जल्दी लखासे

५०० वर्ष  सत्पंथ सनातन  धर्म नु इतिहास  (अनेक संत, व्यसन मुक्त समाज, नान मोटाइ, प्रगट परचा गामड़े गाम मा उमियामां नी अखंड ज्योतो )


 
५० वर्स नु इतिहास (तम्बाकू ,दारू,खाणी-पाणी, पर नात साथे भागती दिकरियो,बहेनो अने वहूओ , आहार-विहार मा गड़बड़ एक ज गोत्र मा प्रेम प्रसंग )

संत श्री खेता बापा

સંત શ્રી ખેતા બાપા ના પડ દાદા શ્રી સૂરા બાપા સહ પરિવાર સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ ના સિકરા ગામ આવી વાસ્યા. તેમના પુત્ર ગોવિન્દ બાપા હતા તેઓ સત્પંથ ધર્મી હતા અને તેઓએ આધ સકતી માં ની ઘર મા અખંડ જ્યોત જલાવી રાખી હતી તેમના પુત્ર નુ નામ ગોપાલ બાપા હતુ ઇ. સ.૧૫૩૨ મા ગોપાલ બાપા સીકર ગામ છોડી ને માનકુવા આવી વસયા ગોપાલ બાપા એ અનેક પરચા દિધા હતા એક વખત ગામ મા કાનજી મહારાજ નો પુત્ર બીમાર પડ્યો દવાદારૂ કરવા છતાય કાય ફર્ક નોતો પડતો એટલે મહારાજ બાપા ના સરણે ગયા બાપા ની પ્રાથના થી બાણક ઠીક થઇ ગયો બાપા ની પીરાઇ ની વાતો ગામ મા થવા લાગી.એક વાણીયા એ બાપા ને બદનામ કરવા જ્ઞાતિ જનોં મા ચિઠ્ઠી મોકલી કે ગોપાલ બાપા એ આખી નાત ને જમવા નોતર્યા છે .સમગ્ર જ્ઞાતિ જન આવતા હતા અને ગોપાલ બાપા વાડ઼ી મા કામ કર્તા હતા.ગોપા બાપા એ એક હાઁડલા મા રસોએ બનાવી ને સમગ્ર નાત ને જમાડયા હતા સં. ૧૬૧૭ મા બાપા એ પૂ. માતાજી લખમા મા સાથે સમાધી લીધી.
       ગોપા બાપા ના પુત્ર સિવજીબાપા હતા સિવજી બાપા પુત્ર ખેતા બાપા સાથે પરિવાર સહ માનકુવા છોડી ને ભડલી(થરાવડા) આવી પહોચિયા. પણ પોતે સત્પંથી હતા એટલે લોકો પજવવા લાગ્યા, એટલે બાપાએ મનોમન થરાવડા છોડવાનૂ નક્કી કર્યુ.સિવજી બાપા એ સહ પરિવાર વથાણ માં સં.૧૬૬૬ વૈસાખ સૂદ -૩ ના દિવસે વથાન પર થી વિથોણ ગામ નુ તરન બાંધયુ અને વિથોણ મા સમાધી લિધિ પૂજ્ય ખેતા બાપા દિવ્ય પુરુષ હતા અને અનેક પરચા બતાવ્યા હતા.

                    ગોપાલ ભગતને પીરઇ દિધિ ઉતારજો સાત પેઢ઼ી પાર
                             ખેતાબાપે પીરઇ દિધિ કર્યો ભગતનો જય જયકાર
                    ગો  ધણ  વારે  ચડતા  વારે  ચડયા  ઘોડી
                             લખુ માનાણી રડતા આવ્યા બાપા પાસે દોડી
                    પર્ચો પુરયો બાપે, વિથોણ લાવ્યા ઘોડી
                              પસ્તાવો કિધો ચોરે બાપે આઁખોં નાખી ચોડી

                    
                     અમ  પાટીદાર  દિકરા  ખેતા  સિવજી  નામ
                            પિરબાવા કેમ થાય આકરા, બતાવો મુજ ને કામ
                     પિરબાવા બોલ્યા પટેલ ધન ધન તુજ માત-પિતા
                            પિરો ના પીર તમો , પરમ  પરચા દીઠા આપના
                    પંખિડ઼ા મારી વાટે નાખ્યા, જોવા પટેલ ની પીરાઇ
                            પીરઇમાંથી  પાર  ઉતર્યા,  સૂખે રહો ધરી ધીરઇ

                    ધોડ઼ી ગોડ઼ી , હાથમાં ભમ્મર ભાલો
                            ખેતાબાપા વ્હારે ચડયા ધરી જોમ નિરાલો
                    ખમ્ભે બન્દુક પાઘડી બાંધી કેડ્યાની કોસ
                            પાટીદાર પીર ગાયો વારે ચડયા, કરી સહાય
             જીવન ગો માતા
                  જીવન ગો પિતા
                      જીવન ગો માટે લડ઼તા
                         જીવન ગો સેવામાં વિતાવતા

ખેતા બાપા અસાડી બિજ ના સુભ દિવસે બ્રહમલીન થયા પૂજ્ય ખેતા બાપા અને સિવજી બાપા ની સમાધી શાંતિ ધામ વિથોણ મા છે.આવાજ એક ગડાણી ગામ મા રત્ના પીર થઇ ગયા .રત્ના પીર મુખી હતા એક વખત રત્ના પીર ને ત્ર ણ (૩)જગયા થી પૂજા નો વાયક મલ્યો રત્ના પિરે એક જ સમય મા ત્રણે જગયા મા પૂજાઓ કરી હતી . આ કચ્છ ની વાત હે એક મુખી બાપા પૂજા મા અક્ષત ની સાથે જણ (પાણી) મા પાંચિયા (સિક્કા ) પણ તરાવતા હતા આવા અનેક બાપાઓ આ સત્પંથ ધર્મ મા પરચા પુરયા હે આપડા વડીલો ગુજરાત થી સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ મા આવ્યા અને એક જ ધર્મ સત્પંથ સનાતન ધર્મ ને માનતા હતા અને આજ સત્પંથ સનાતન ધર્મ મા ગામડ઼ે -ગામ મા અનેક સંત મહાત્મા ની સમાધી ની આજ પણ પૂજા થાય છે અને આ સમાધીઓ થી આજ પણ બાધા માનતા ઓ પૂરી થાય છે અને એમાય થી પેરણા મેલ છે .