Ma Tuje Salam
Swet Ptra No Khulaso
   મારા વ્હાલાં સતપંથીબંધુઓ ને મારી એક નમ્ર અરજ
 ભાવિક સતપંથીબંધુઓ..
        એક વિચાર ઉદભવે છે સાચા સતપંથી બનવાનો.આપણે સૌ સતપંથ ધર્મનું આચરણ-પાલન કરીએ છીએ.ધર્મ આત્માનું ક૯યાણ કરે છે. આપણો આ ધર્મ વડીલોના આશીર્વાદ જ છે.સતપંથધર્મના પાયાના નીતિનિયમોનું પાલન આપણા વડીલો ચુસ્તપણે કરતા હતા.જયારે આજે ઉણપ જોવા મળે છે.આ માટે આપણે સૌ જવાબદાર છીએ.હજુય મોડું નથી થયું,ફરીથી આપણે જાગીએ.સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળે,આપણું જીવન ઉજ્જવળ બની રહે,આપણા બાળકોને પરીવારને ધર્મ અને ધર્મના નિયમો સમજવાની  જીજ્ઞાસા ઊઠે એવી ભાવના આપણે સૌ સાથે મળીને કરીએ તો? ફરી પાછું આપણું ગામ,સમાજ,કુટુંબ આદર્શ સતપંથી બની રહે.ધર્મનું જ્ઞાન ભલે આપણને પૂરેપુરું  આજસુધી નથી મ૯યું.હવે આપણે જ એ મેળવવા આગળ કદમ મૂકીએ.જાણીએ છીએ ગુરૂ વિના જ્ઞાન નહી.જ્ઞાન વિનાનું જીવન નહી.ઈશ્વર આપણને મનુષ્ય જન્મ આપ્યો છે એ આપણા આત્માના ક૯યાણ અર્થે જ છે.આપણા સતપંથ ધર્મમાં જપ,તપ,ધ્યાન,ભિકત,ઉપાસના આ પાંચ પગિથયા જીવનને સુગંધથી મહેંકતું કરવાની,પ્રભુના આશીર્વાદ મેળવવાના સરળ રસ્તા છે. ભક્તિ  વિના ભગવાન નહિ.ધર્મના નિયમોનું પાલન વિના સાચા ધર્મપ્રેમી નહીં. કલીયુગમાં એવું ચાલે જ.આ શબ્દોથી દૂર રહીએ.આપણું જીવન આપણા ક૯યાણ અર્થે છે.શુધ્ધ શાકાહારી અને નિવ્યસની  ભક્તિ માં ખૂબ જ ઝડપથી આગળ આવી શકે છે.આ માર્ગ કઠીન જરૂર છે પણ અશકય નથી.વર્તમાન સમયને ભૂતકાળના સમય સાથે નિહાળીને જોવા માટે પ્રયત્ન કરીએ તો સાચો રાહ મળશે જ.પૂજા અને તેનું મહત્વ વર્ષોથી કરતા આવ્યા છીએ એટલે એ રાહ છે જ.આપણે ત્યાગવું નથી.થોડી ઉણપો જ દૂર કરવાની જરૂર છે.જૂની અને નવી પુસ્તકો નો અભ્યાસ જરૂરી છે. ૐ માં આપણું હિન્દુત્વ છે.શા માટે એનો ત્યાગ કરીએ?.આપણે સૌ હિંદુ  છીએ.ધીરે ધીરે સમજીને સાચા માર્ગ તરફ આગળ વધીએ.સમજીને,વિચારીને,આજના સમયને ધ્યાનમાં લઇએ.સૌને પ્રેરણા દઇએ.મૂળબંધનો અભ્યાસ કરીએ.સૌને સમજાવીએ.બ્રહ્મા,વિષ્ણુ,મહેશને યાદ કરીએ.નિયમ પ્રમાણે પૂજા કરીએ.સતપંથી સમાજની સાથે જ જોડાઇ રહીએ.એકલા પડવાથી આપણને શો ફાયદો?.ભૂલ ભૂલામણીઓ,મુશ્કેલીઓને સમજીને આગળ વધીએ.કારણ કે આપણો ધર્મ સતપંથ સનાતન ધર્મ સતપંથી સમાજ આપણા સૌનો છે.વડીલોના આત્માને વ્યિથત થવાના કાર્યથી દૂર રહીએ.સૌ સતપંથીઓ સાથેના સાથી બની રહીએ એ આપણી પહેલી ફરજ છે.પૂજાવિધી ની શાંતિ પ્રિય   ભક્તિ પ્રેમ  સાચા સતપંથ ધર્મની સીડી છે.આપણે સહભાગી બનીશું તો આપણા બાળકો જરૂર સહભાગી બનશે જ.વર્તમાન સમયની મુશ્કેલીઓ આપણને ઓછા ખર્ચ કદમ મૂકવા અનુરોધ કરે છે.શ્રધ્ધાળુ સતપંથીઓ આ માટે પ્રયત્ન અવશ્ય કરશે એ જ. પ્રાર્થના.પીરાણાપંથ નિ  કે સતપંથસનાતન ધર્મ  હિંદુઓનો છે.આજ દિન સુધી એ માર્ગે જ છીએ.પણ કયાંક ભૂલો છે.એ સમજવા પ્રયત્ન કરીએ.આપણે આગળ આવીશું તો આપણો પરીવાર સહભાગી બનશે જ.કોઇની વાતો સાંભળી આવીએ એના કરતાં આપણે જાતે જ આપણા સતપંથ ધર્મનાં સાહિત્ય અને મૂળબંધનો અભ્યાસ કરીએ.અભ્યાસ વિના સાચા માર્ગ પર કદમ જવાના નથી.ધર્મનુ પાલન,નિયમોનું પાલન )આચરણ(,અ૯પ ખર્ચ,પૂજાવિધિ માં હાજરી,ગુરૂ સ્મરણ,તેત્રીસ કરોડ દેવતાઓના ચરણામૃતનું આચમન,શુધ્ધ ભાવના,તનમનની સ્વછતા આ બધા જ પાસાઓ તરફ જાગૃત રહીએ.ધીરે ધીરે ધર્મના જ્ઞાનનો જીવન જીવવા અને માણવામાં સાથ લઇએ.સૌનું સારું તો આપણું સારું એવી ધર્મ ભાવના જીવનમાં કેળવીએ.આ માત્ર શબ્દનો શણગાર નથી પરંતુ આપણા સૌના જીવનને સાચા સતપંથી બનાવવા માટેનો અ૯પસૂર છે.સતપંથ ધર્મના દીપની જયોતમાં જીવનનાં અંધારાને નિહાળીને સાચુ ખોટું સમજવા આગળ આવીએ.જયોત સે જયોત જલે જેમ એક એક કરતાં વિશાળ સમુદાય થઇએ.સાચા સતપંથી સમાજમાં ભળવા માટે સૌ ભેગા મળીને પ્રયત્ન કરીશું તો સદગુરુ ઇમામશાહ મહારાજના આિશષ મળશે જ. રકતકણની શુધ્ધતા હશે તો સદવિચારો આપોઆપ ઊઠશે.માસાહારથી દૂર જ છીએ અને આપડા બાળકો મા એનો  વિચાર પણ ન આવવા દઇએ.આ આપણા જીવનના ક૯યાણ અર્થે આટલું ન કરીશું તો જીવનનો અર્થ શો? શતપંથ ધર્મના અનુયાયીનો અર્થ શો? વિચારો,જરૂર રાહ મળશે જ હજુય કંઇ મોડું નથી થયું.જીવનની જયોત સળગશે જ અંતર આત્માની સાચી ઓળખ અને દર્શન આપણા વૈદિક સતપંથ સનાતન ધર્મથી જ થશે.આમ તો આપણા આ ધર્મને કોઇ પ્રચાર કે મોટા જનસમુદાયની જરૂર નથી.આજના વર્તમાનયુગમાં ધર્મના નામે અનેક પંથો સંસ્થાઓનો જાણે રાફડો ફાટી નીક૯યો છે.પણ આપણો ધર્મ  તો ધણો પ્રાચીન અને વૈદિકકાળથી ચાલતો આવ્યો છે.અનેક ભ્રમણામાં કે વાદિવવાદમાં ન પડતા એનો સાચા માર્ગે અભ્યાસ જરૂરી છે.ઇમામશાહ મહારાજે કહયું છે કે ચેતીને ચાલજે મારા બંધુ કારણ કે આ કલયુગનો સમય છે અનેક ફાંદ રચાશે એમાં ફસાયા તો નીક૯વાનો કોઇ માર્ગ ન મળે એટલે જ તો ધર્મને સતપંથ કહયો છે.આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એવા સતપંથી પરીવારમાં જન્મ લીધો છે. તો શા માટે આપણે ધર્મથી અળગા રહીએ.આપણે દરેક ધર્મનો આદર કરવાનો છે. અને આપણા ધર્મનું પાલન કરવાનું છે એમાં કયાંક ચૂક ના રહીજાય મારા સતપંથીબંધુઓ.એજ અભ્યર્થના સાથે મારા જય ગુરૂદેવ.

                                                                                                         એક સતપંથીબંધુ


હે પરમકૃપાળુ પરમેશ્વર
સ્મરણ તારૂં કરતાં કરતાં સવારની શરૂઆત કરાવી દેજે,તારૂં જ પ્રિતિબંબ પડે હ્યદયમાં પ્રભાતનું સોનેરી કિરણ દેજે.ડગ મારા મંદિર તરફ વળે એવો ઇશારો મને તું કરી દેજે.મુજ નયનમાં સુખ શાંતિ  નું એક જ મંદિર તું ખડુ કરી દેજે.રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મીલકત મને દેજે નથી જોઇતું મારે અણ હક્કનું વિધિએ લખ્યું એટલું જ મને દેજે.ભટકતું મન સ્થિર થાય તારામાં તારા દરવાજે લાવી ખડું કરી દેજે.અંત સમયે તારામાં જ રહું સગપણ તું મને દેજે.કરે જગત યાદ એવું જીવન મને દેજે.

जल्दी लखासे

५०० वर्ष  सत्पंथ सनातन  धर्म नु इतिहास  (अनेक संत, व्यसन मुक्त समाज, नान मोटाइ, प्रगट परचा गामड़े गाम मा उमियामां नी अखंड ज्योतो )


 
५० वर्स नु इतिहास (तम्बाकू ,दारू,खाणी-पाणी, पर नात साथे भागती दिकरियो,बहेनो अने वहूओ , आहार-विहार मा गड़बड़ एक ज गोत्र मा प्रेम प्रसंग )

संत श्री खेता बापा

સંત શ્રી ખેતા બાપા ના પડ દાદા શ્રી સૂરા બાપા સહ પરિવાર સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ ના સિકરા ગામ આવી વાસ્યા. તેમના પુત્ર ગોવિન્દ બાપા હતા તેઓ સત્પંથ ધર્મી હતા અને તેઓએ આધ સકતી માં ની ઘર મા અખંડ જ્યોત જલાવી રાખી હતી તેમના પુત્ર નુ નામ ગોપાલ બાપા હતુ ઇ. સ.૧૫૩૨ મા ગોપાલ બાપા સીકર ગામ છોડી ને માનકુવા આવી વસયા ગોપાલ બાપા એ અનેક પરચા દિધા હતા એક વખત ગામ મા કાનજી મહારાજ નો પુત્ર બીમાર પડ્યો દવાદારૂ કરવા છતાય કાય ફર્ક નોતો પડતો એટલે મહારાજ બાપા ના સરણે ગયા બાપા ની પ્રાથના થી બાણક ઠીક થઇ ગયો બાપા ની પીરાઇ ની વાતો ગામ મા થવા લાગી.એક વાણીયા એ બાપા ને બદનામ કરવા જ્ઞાતિ જનોં મા ચિઠ્ઠી મોકલી કે ગોપાલ બાપા એ આખી નાત ને જમવા નોતર્યા છે .સમગ્ર જ્ઞાતિ જન આવતા હતા અને ગોપાલ બાપા વાડ઼ી મા કામ કર્તા હતા.ગોપા બાપા એ એક હાઁડલા મા રસોએ બનાવી ને સમગ્ર નાત ને જમાડયા હતા સં. ૧૬૧૭ મા બાપા એ પૂ. માતાજી લખમા મા સાથે સમાધી લીધી.
       ગોપા બાપા ના પુત્ર સિવજીબાપા હતા સિવજી બાપા પુત્ર ખેતા બાપા સાથે પરિવાર સહ માનકુવા છોડી ને ભડલી(થરાવડા) આવી પહોચિયા. પણ પોતે સત્પંથી હતા એટલે લોકો પજવવા લાગ્યા, એટલે બાપાએ મનોમન થરાવડા છોડવાનૂ નક્કી કર્યુ.સિવજી બાપા એ સહ પરિવાર વથાણ માં સં.૧૬૬૬ વૈસાખ સૂદ -૩ ના દિવસે વથાન પર થી વિથોણ ગામ નુ તરન બાંધયુ અને વિથોણ મા સમાધી લિધિ પૂજ્ય ખેતા બાપા દિવ્ય પુરુષ હતા અને અનેક પરચા બતાવ્યા હતા.

                    ગોપાલ ભગતને પીરઇ દિધિ ઉતારજો સાત પેઢ઼ી પાર
                             ખેતાબાપે પીરઇ દિધિ કર્યો ભગતનો જય જયકાર
                    ગો  ધણ  વારે  ચડતા  વારે  ચડયા  ઘોડી
                             લખુ માનાણી રડતા આવ્યા બાપા પાસે દોડી
                    પર્ચો પુરયો બાપે, વિથોણ લાવ્યા ઘોડી
                              પસ્તાવો કિધો ચોરે બાપે આઁખોં નાખી ચોડી

                    
                     અમ  પાટીદાર  દિકરા  ખેતા  સિવજી  નામ
                            પિરબાવા કેમ થાય આકરા, બતાવો મુજ ને કામ
                     પિરબાવા બોલ્યા પટેલ ધન ધન તુજ માત-પિતા
                            પિરો ના પીર તમો , પરમ  પરચા દીઠા આપના
                    પંખિડ઼ા મારી વાટે નાખ્યા, જોવા પટેલ ની પીરાઇ
                            પીરઇમાંથી  પાર  ઉતર્યા,  સૂખે રહો ધરી ધીરઇ

                    ધોડ઼ી ગોડ઼ી , હાથમાં ભમ્મર ભાલો
                            ખેતાબાપા વ્હારે ચડયા ધરી જોમ નિરાલો
                    ખમ્ભે બન્દુક પાઘડી બાંધી કેડ્યાની કોસ
                            પાટીદાર પીર ગાયો વારે ચડયા, કરી સહાય
             જીવન ગો માતા
                  જીવન ગો પિતા
                      જીવન ગો માટે લડ઼તા
                         જીવન ગો સેવામાં વિતાવતા

ખેતા બાપા અસાડી બિજ ના સુભ દિવસે બ્રહમલીન થયા પૂજ્ય ખેતા બાપા અને સિવજી બાપા ની સમાધી શાંતિ ધામ વિથોણ મા છે.આવાજ એક ગડાણી ગામ મા રત્ના પીર થઇ ગયા .રત્ના પીર મુખી હતા એક વખત રત્ના પીર ને ત્ર ણ (૩)જગયા થી પૂજા નો વાયક મલ્યો રત્ના પિરે એક જ સમય મા ત્રણે જગયા મા પૂજાઓ કરી હતી . આ કચ્છ ની વાત હે એક મુખી બાપા પૂજા મા અક્ષત ની સાથે જણ (પાણી) મા પાંચિયા (સિક્કા ) પણ તરાવતા હતા આવા અનેક બાપાઓ આ સત્પંથ ધર્મ મા પરચા પુરયા હે આપડા વડીલો ગુજરાત થી સત્પંથ ધર્મ ને સ્વીકારી ને કચ્છ મા આવ્યા અને એક જ ધર્મ સત્પંથ સનાતન ધર્મ ને માનતા હતા અને આજ સત્પંથ સનાતન ધર્મ મા ગામડ઼ે -ગામ મા અનેક સંત મહાત્મા ની સમાધી ની આજ પણ પૂજા થાય છે અને આ સમાધીઓ થી આજ પણ બાધા માનતા ઓ પૂરી થાય છે અને એમાય થી પેરણા મેલ છે .